ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 11

1. 
નીચેના ચોરસમાં કેટલા ત્રિકોણ છે?
2. 
આપેલ શ્રેણીમાં ખોટો નંબર શોધો.
1, 4, 3, 16, 5, 32, 7, 64
3. 
જો '+' માટે '×' વપરાય છે અને '÷' નો ઉપયોગ '-' માટે થાય છે, તો નીચેના સમીકરણની કિંમત શોધો.
39 × 23 ÷ 21 × 5
4. 
એક વસ્તુને રૂપિયા 1000 માં વેચવાથી 5 % ખોટ જતી હોય, તો 5 % નફો મેળવવા તે વસ્તુ કયા ભાવે વેચવી જોઇએ?
5. 
એક રાજ્યની કુલ વસ્તીના 55% સ્ત્રીઓ છે તથા 80% પુરુષો સાક્ષર છે જો તે રાજ્યમાં કુલ સાક્ષરતાનો દર 58% હોય તો સ્ત્રીઓની સાક્ષરતા કેટલી હશે?
6. 
નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે?
7. 
એક સાંકેતક લિપીમાં 'NARMADA' નો સંકેત 'PCTOCFC' હોય તો 'AMAZON' નો સંકેત કયો થશે?
8. 
એક તસવીરમાંની વ્યક્તિ તરફ જોઈ સુરેશે કહ્યું "તેની માતા મારા પિતાના એકમાત્ર પુત્રની બહેન છે" તો તે વ્યક્તિ સુરેશ સાથે કયા સંબંધી જોડાયેલી છે?
9. 
121, 156 ,256, 400, ______, ______
10. 
24 મજૂરો દર રોજ 6 કલાક કામ કરીને એક રસ્તો 18 દિવસમાં બનાવે છે. જો દર રોજ 4 કલાક કામ કરવાનું હોય અને ૧૨ દિવસમાં રસ્તો બનાવવાનો હોય તો કેટલા વધારાના મજૂરો જરૂરી છે?
11. 
140 મીટર લંબાઈ વાળી ગાડી 60 કિમી / કલાકની ઝડપે જતી ગાડી સામેથી આવતી ગાડી કે જેની ઝડપ 48 કિમી / કલાક છે અને લંબાઈ 160 મીટર છે, તેઓ એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે?
12. 
એક પ્રવાહીમાં A અને B નું પ્રમાણ 3:2 છે અને કુલ જથ્થો 100 લીટર છે. આ જથ્થામાં B નું 40 લીટર વધારાનું પ્રવાહી ઉમેરવામાં આવે તો નવું ગુણોત્તર કેટલું હશે?
13. 
એક મંદિરમાં અનુક્રમે 9 મિનિટે, 12 મિનિટે અને 15 મિનિટે પ્રથમ, બીજો અને ત્રીજો ઘંટ વાગે છે, તો સવારે 8 વાગ્યે એકી સાથે ત્રણ ઘંટ વાગતા હોય તો ફરીથી ત્રણ ઘંટ ક્યારે સાથે ફરીથી વાગશે?
14. 
એક ઓફિસર મહત્તમ દૈનિક વેતનથી કરાર આધારીત નાણાં ઉપર રૂ. 4965 થી નિયુક્ત થયેલ હતો, પરંતુ કેટલાક દિવસો ગેરહાજર રહેવાના કારણે તેને રૂ.3894 મળે છે, તો તે કેટલા દિવસ ગેરહાજર રહ્યો હશે?
15. 
પિતાની ઉંમર 10 વર્ષ પહેલા પુત્રની ઉંમરની ત્રણ ગણી હતી, 10 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી હશે, તો તેમની હાલની ઉંમરનો ગુણોત્તર શોધો?
16. 
એક વર્ગખંડમાં 500 વિદ્યાર્થીઓ છે. 40 % અંગ્રેજી બોલી શકે છે, જ્યારે બાકીના ફક્ત હિન્દી બોલે શકે છે. 20 % જે અંગ્રેજી બોલી શકે છે તે હિન્દી પણ બોલી શકે છે, તો કુલ એવા કેટલા વિદ્યાર્થીઓ છે જે હિન્દી પણ બોલી શકે?
17. 
4 ટેબલ અને 2 ખુરશીની કિંમત 57,200 થાય છે તો 6 ટેબલ અને 3 ખુરશીની કિંમત કેટલી થશે?
18. 
એક મંદિરમાં રવિવારે આવેલ યાત્રાળુઓની સરેરાશ સંખ્યા 510 છે, અને બાકીના દિવસોની સંખ્યા 240 છે. રવિવારથી શરૂ થતાં 30 દિવસના મહિનામાં આવેલા સરેરાશ યાત્રાળુઓની સંખ્યા કેટલી હશે?
19. 
A અને B પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે. B અને C પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે. A અને E તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે. પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે?
20. 
એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછી ની ઉંમર નો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર _____ છે.
21. 
40 બાળકોની લાઇનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે. તો તે ડાબી બાજુથી ક્યા ક્રમે હશે?
22. 
6 કલાક 20 મિનિટે બંને વચ્ચે કેટલો ખૂણો હશે?
23. 
ચોરસનું ક્ષેત્રફળ = ________
24. 
એક શાળાના 400 વિધાર્થીઓમાંથી 20% વિધાર્થીઓ નાપાસ થાય છે, તો ______ વિદ્યાર્થીઓ પાસ થયા ગણાય.
25. 
બે ટેબલ અને ત્રણ ખુરશીની કુલ કિંમત ₹2500 છે. ત્રણ ટેબલ અને બે ખુરશીની કુલ કિંમત ₹3000 છે, તો એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત કેટલી થાય?