ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 15

1. 
કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ?
2. 
કુલ ગુણ 700માંથી એક વિધાર્થી પરીક્ષામાં 82% ગુણ મેળવે છે, તો તેણે કેટલા ગુણ મેળવ્યા?
3. 
કોઈ ૨કમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય?
4. 
ખાંડના ભાવમાં 20% વધા૨ો થાય છે. ગૃહિણીએ વપરાશન કેટલો કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહી?
5. 
₹315 = _______ ના 90%
6. 
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્કસ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુતમ માર્કસ ક૨તા 30 માર્કસ વધુ મળે છે, તો પાસ થવા કેટલા ટકા જોઈએ?
7. 
કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય?
8. 
એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ 24,000 વોટ મળ્યા. જીતનાર ઉમેદવારને 60% વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળે?
9. 
150 ના 30% = ________ ?
10. 
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી?
11. 
એક શાળાના વાર્ષિકોત્સવમાં ગામના કુલ 2000 ગ્રામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા કહેવાય?
12. 
⅛ એટલે કેટલા ટકા થાય?
13. 
એક સંખ્યાના 3/5 ગણાનાં 60% ક૨વાથી 36 મળે છે તો તે સંખ્ય શોધો.
14. 
રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો. જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે?
15. 
11 એ 33 ના કેટલા ટકા કહેવાય?
16. 
20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ________ % ખોટ જાય.
17. 
રૂ.600ની ઘડિયાળ રૂ.750 માં વેચતાં કેટલા ટકા નફો થાય?
18. 
એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય?
19. 
ખરીદ કિંમત + ખરાજાત = ?
20. 
એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7.5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરાઓનું પ્રમાણ 7:6 થાય?
21. 
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ.માં ખરીદે છે. જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની છાપેલી કિંમત કેટલી હશે?
22. 
બે સંખ્યાનો સ૨વાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.
23. 
X : 4 = 26 : 4 તો X ની કિંમત કેટલી થાય?
24. 
ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉમરનું પ્રમાણ 2 : 3 : 5 છે, સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે?
25. 
5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે?