ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 17

1. 
8 ખુરશીની કિંમત 3 ટેબલની કિંમત બરાબર થાય છે.એક ખુરશી અને એક ટેબલની કુલ કિંમત 605 થાય છે, તો ખુરશીની કિંમત કેટલા રુપિયા હશે?
2. 
બે આંકડાની સંખ્યા કે જેનો સરવાળો 7 થાય છે. બન્ને આંકડાને અરસપરસ બદલવાથી તે અંકમા 27 વધે છે, તો તે સંખ્યા કઈ હશે?
3. 
એક લંબચો૨સ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 30 મી. અને 40 મી. છે. તો તેને ફરતે વાડ ક૨વા એક મીટરના રૂા.20 લેખે કેટલો ખર્ચ થાય?
4. 
1 ચો.વાર = કેટલા ચો.મી?
5. 
મોહન 10.2 કિ.મી અંતર 3 કલાકમાં કાપે છે. 5 કલાકમાં તે કેટલુ અંતર કાપશે?
6. 
એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતાં કેટલો સમય લાગશે?
7. 
6, 12, 20, 30, 42, _______?
8. 
સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો ગુણાકાર __________ છે.
9. 
1 થી 100ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓની સરાસરી _________
10. 
એક વ્યક્તિ 5,000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6,050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો.
11. 
20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3 : 1 છે. કેટલા લીટર દૂધ ઉમે૨વાથી આ મિશ્રણનું પ્રમાણ 4 : 1 થાય?
12. 
એક ટ્રેન 10 km અંતર 12 મિનિટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે?
13. 
બે સંખ્યાઓનો સ૨વાળો 45 અને તેમનો ગુણોત્ત૨ 7:8 હોય તો તે સંખ્યા શોધો?
14. 
રૂા. 64 નું સાદા વ્યાજે 2 વર્ષના વ્યાજમુદ્દલ રૂા. 83.20 થાય છે, તો તે જ વ્યાજ દરે રૂા. 86 નું 4 વર્ષમાં વ્યાજમુદ્દલ કેટલું થાય?
15. 
3, 8, 7, a, 4 અને 9 મધ્યક 6 છે તો a ની કિમત શોધો.
16. 
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી __________ થાય.
17. 
222 ના 22% કેટલા થશે?
18. 
80 ના કેટલા ટકા 95 થાય?
19. 
જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 20% વધારો ક૨વામાં આવે તો તેના ક્ષેત્રફળમાં _______ વધારો થાય.
20. 
એક ઓરડાની લંબાઈ તેની પહોળાઈ કરતાં અઢીગણી છે. જો તેની ભોંયતળિયાની પરિમિતિ 70 મીટર હોય, તો ઓરડાની લંબાઈ શોધો.
21. 
રૂા.1,000/- નું 6% લેખે 3 માસનું વ્યાજ શોધો.
22. 
ચાર ક્રમશ: એકી સંખ્યાઓની સરેરાશ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય?
23. 
ગોળાની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોળાના ઘનફળમાં _________ % વધારો થાય.
24. 
જુદાં જુદાં કદના 4 કાળા દડાને કેટલી રીતે ગોઠવી શકાય?
25. 
ટ્રેનમાં મુસાફરી ક૨તો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.