ટેસ્ટ : ગણિત/રિઝનિંગ અને વિજ્ઞાન ટેસ્ટ - 23

1. 
જો કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 19 વર્ષમાં રૂ. 4950 તથા 20 વર્ષમાં રૂ. 5049 થતી હોય, તો વ્યાજનો દર શોધો.
2. 
400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્‍ટ આપી તેના ઉપર 10% વેચાણવેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહક કેટલી કિંમત ચૂકવવી પડે?
3. 
એક ટોપલીમાં 6 સફેદ, 7 લાલ અને 2 વાદળી દડા છે. જો એક સાથે બે દડા ઊંચકવામાં આવે છે. બંને દડા અલગ રંગના હોય તેની સંભાવના કેટલી થેશે?
4. 
એક બસની ઝડપ 50 km/hr છે અને ટ્રેનની ઝડપ 60 km/hr છે. બસ ડ્રાઈવર 200 km નું અંતર કાપ્યું ત્યાર પછી સૂચના મળી કે, તેને ટ્રેનના સમયે જ બસને પણ 300 km નું અંતર પૂરું કરવાનું છે તો બસ ડ્રાઈવર છેલ્લા 100 km નું અંતર કાપવા બસની ઝડપ કેટલી રાખવી પડે?
5. 
એક લંબચોરસ પાયો ધરાવતાં પિરામિડનું ઘનફળ 8640 ઘન સે.મી. છે તથા ઊંચાઈ 32 સે.મી. અને પાયાની એક બાજુનું માપ 45 સે.મી. હોય, તો બીજી બાજુનું માપ કેટલું થાય?
6. 
એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફ્કત નાનો નળ ખોલતા, ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે અને ફ્કત મોટો નળ ખોલતા બધુ જ પાણી 4 કલાકમાં ખાલી થઈ જા છે. જો બંને નળ સાથે ખોલવામાં આવે, તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય?
7. 
x,y અને z નું સરેરાશ વજન 32Kg છે. જો x અને y નું સરેરાશ વજન 33 kg તથા y અને z સરેરાશ વજન 29 kg છે તો y નું વજન કેટલું હોય?
8. 
એક વેપારીને એક ઘડિયાળ 10% ની ખોટથી વેચી, પણ જો તેને તેની કિંમત રૂ. 110 વધારે લીધેલ હોત તો, તેને 12% લેખે નફો થયો હોય તો તેની પડતરકિંમત કેટલી હશે?
9. 
X વર્ષ પહેલાં પિતા અને બે પુત્રીની ઉંમરનો સરવાળો Y વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો _________ વર્ષ થાય.
10. 
કોઈ ત્રિકોણ ABC માં AB અને AC નાં મધ્યબિંદુ D અને E છે તથા AB = 12cm, BC = 9cm તથા AC = 10cm હોય, તો DE નું માપ શોધો.
11. 
એવી નાનામાં નાની સંખ્યા કઈ છે, જેને 8, 9, 12, અને 15 વડે ભાગતાં શેષ 1 વધે?
12. 
ત્રણ બેલ અનુક્રમે 48 સેકન્‍ડ અને 108 સેકન્‍ડના અંતરાલે વાગે છે, જો તે સવારે 8:20 વાગ્યે એકસાથે વાગ્યા હોય, તો હવે પછી કયા સમયે એકસાથે વાગશે?
13. 
Z, X, U, Q, L, ?
14. 
જો YOU = 20 હોય તથા MY = 16 હોય, તો HE = ________
15. 
કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુનાં માપની જરૂર પડે છે?
16. 
એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદી શકે છે. તો બંનેને ભેગા મળીને ત્રણ ખાડા ખોદતાં કેટલા દિવસ લાગશે?
17. 
આપેલ વિકલ્પોમાંથી સૌથી મોટી સંખ્યા શોધો.
18. 
કોઈ એક ચોક્કસ રકમ પર 2 વર્ષનું સાદું વ્યાજ રુ.120 છે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ.129 છે તો વ્યાજનો દર શોધો.
19. 
એક ઘડિયાળી બે ઘડિયાળ 'અ' અને 'બ' ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંઁમત રૂ.1300 છે. ઘડિયાળ અ 20% નફાથી અને ઘડિયાળ 'બ' 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડિયાળની વેચાણકિંમત સરખી ઊપજે છે. તો ઘડિયાળ 'બ' ની ખરીદકિંમત કેટલી?
20. 
જો EARTH ને QPMZS લખવામાં આવે તો HEATRT કઈ રીતે લખાય?
21. 
રવિ દક્ષિણ દિશામાં 15 મીટર ચાલીને જમણી બાજુ વળીને 10 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને 15 મીટર ચાલે છે. તો તે પોતાના ઉદગમસ્થાનથી કઈ દિશામાં હશે?
22. 
1,00,000 સે.મી. = _________ કી.મી.
23. 
રૂ.315 = _________ ના 90%
24. 
રૂ.15,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો.
25. 
એક કોડી એટલે કેટલા નંગ?