Indian Constitution Test – 03

IMP ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 03

1. 
સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
2. 
નીચેના પૈકી ક્યાં વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે?
1. મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં.
2. ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે.
3. 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે.
3. 
"રીટ" (Writs) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલયના અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ (હેબિયસ કોરપસ) જારી કરી શકાશે નહીં.
2. પરમાદેશ (મેન્ડેમસ) ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાશે નહી.
3. સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું છે કે ઉત્પ્રેક્ષણ (સર્શિયોરરી) વહીવટી સત્તામંડળો વિરૂધ્ધ પણ જારી કરી શકાશે.
4. અધિકાર-પૃચ્છા (ક્વો વોરંટો) કોઈપણ રસ ધરાવતી વ્યક્તિ (interested person) અને ખાસ કરીને ફક્ત વ્યથિત વ્યક્તિ (aggrieved person) દ્વારા માંગી શકાતી નથી.
4. 
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.
5. 
રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન જાહેર કરવાના નીચેના પૈકી કયા પરિણામો હોવા જરૂરી નથી?
1. રાજ્યવિધાનસભાનું વિસર્જન થવું.
2. રાજ્યમાં મંત્રીમંડળનું દૂર થવું.
3. સ્થાનિક સંસ્થાઓનું વિસર્જન થવું.
6. 
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી?
1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી.
2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે.
3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે.
4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.
7. 
પંચાયત રાજ પ્રણાલી બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
1. પી. કે. થંગન સમિતિ – જીલ્લા કલેક્ટર જીલ્લા પરિષદના મુખ્ય કારોબારી અધિકારી હોવા જોઈએ.
2. વી. એન. ગાડગીલ સમિતિ – પંચાયત રાજ પ્રણાલીની મુદત ત્રણ વર્ષની હોવી જોઈએ.
3. જી. વી. કે. રાવ સમિતિ – જીલ્લા વિકાસ કમિશ્નરના હોદ્દાનું નિર્માણ કરવું જોઈએ.
8. 
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી.
3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે.
4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.
9. 
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે.
2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી.
3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.
10. 
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
1. સંસદમાં દૂર કરવાનો પ્રસ્તાવ લેકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો દ્વારા સહી કરેલો હોવો જોઈએ.
2. સ્પીકરે/અધ્યક્ષે પ્રસ્તાવનો સ્વીકાર કરવો પડશે, તેનો અસ્વીકાર કરી શકશે નહીં.
3. જો સ્વીકાર થાય તો સ્પીકર અધ્યક્ષ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરશે,
4. પાંચ સભ્યોની સમિતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, નિયંત્રક-મહાલેખા પરીક્ષક અને દરેક ગૃહના એક સભ્યની બનેલી હશે.
error: Content is protected !!
Scroll to Top